Friday 29 May 2015

અમદાવાદ મારી નજરે

અખા ભગત ચોક ,દેસાઈની પોળ, ખાડિયા 
અમદાવાદ મારી નજરે બહુ બધા રસ્તાઓ અહીં જાય છે ખબર નહિ ક્યારેય કોઈ રસ્તો એકબીજા ને મળે છે કે નહિ, અહીં વાંકાચૂકા રસ્તાઓ હશે પણ અહીના માણસો અહીં ના રસ્તા જેવા નથી, અમદાવાદ આવતા પહેલા લોકો એ જે ડર આપેલો કે અહીં તો પોતાનું કરનારા માણસો જ હોય છે, એવું તો કશું જ જોવા મળ્યું નહિ, અહી મળનારા લોકો સામાન્ય જ છે, અહીં લોકો ગોળ ગોળ નહિ, સીધી સટ વાતો કરે છે,
ગરમ અમદાવાદ માં રહેનારા ખુબ જ ઠરેલ અને શાંત હોય છે, અમદાવાદ જ્યાં ખોવાવાની બીક લાગતી તે હવે મને મારી આસપાસ એક કવચ બનાવતું જાય છે, દુર દુર અજાણ્યા વિસ્તારમાં જતા ડર નથી લાગતો અહીં રસ્તો બતાવનારા વધુ અને રસ્તો ભુલાવનારા ઓછા છે. અહીં બધા એક ધ્યેય સાથે જીવે છે, ક્યાંક પહોંચવા ની ધગશ અહીના લોકોમાં છે, અમદાવાદ ની સવાર રસોડા ની સીટી થી ને સાંજ એસ જી હાઈવે પર ના વાહનો ના રસ્તા થી થાય છે,

No comments:

Post a Comment